કેન્દ્ર સરકાર દ્વારા “ફોરેન ફન્ડિંગ” પર અંકુશ: ૧૨ હજારથી વધુ NGOના લાઈસન્સ રદ

ઘણી બધી  NGOના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઈસન્સ શુક્રવારે એટલે ૩૧ ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયા છે. ત્યારે ગૃહમંત્રાલયે શનિવારે જણાવ્યું કે ૬ હજારથી વધારે NGOs પૈકી મોટાભાગની સંસ્થાઓ દ્વારા લાઈસન્સ રિન્યુઅલ માટે અરજી કરવામાં આવી ન હતી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સંસ્થાઓને ૩૧ ડિસેમ્બર અગાઉ FCRA નવીનિકરણ માટે અરજી કરવા રિમાઈન્ડર મોકલવામાં આવ્યા હતા, પણ અનેક NGOએ આ પ્રક્રિયાનું પાલન કર્યું નથી. આ સંજોગોમાં સંગઠનોને વિદેશમાંથી ફંન્ડિંગની મંજૂરી આપવામાં આવી શકાય નહીં.

FCRA લાઈન્સ ગુમાવનારી સંસ્થાઓમાં ઓક્સફેમ ઈન્ડિયા, જામિયા મિલિયા ઈસ્લામિયા, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને લેપ્રોસી મિશન સહિત કુલ 12 હજારથી વધારે NGO છે. આ ઉપરાંત ટ્યુબરકુલોસિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ અને ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરની યાદીનો પણ સમાવેશ થાય છે.

IIT દિલ્હી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ફાઉન્ડેશન, લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન, દિલ્હી કોલેજ ઓફ એન્જીનિયરિંગ, નેહરું સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, ઈમૈન્યુઅલ હોસ્પિટલ એસોસિએશન કે જે સમગ્ર ભારતમાં એક ડઝન કરતા વધારે હોસ્પિટલ ચલાવે છે, વિશ્વ ધર્માયતન, મહર્ષિ આયુર્વેદ પ્રિષ્ઠાન, નેશનલ ફેડરેશન ઓફ ફિશરમેન કોઓપરેટિવ્સ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. ​​​​​​

દેશમાં અત્યાર સુધીમાં ૧૬ હજાર ૮૨૯ NGO રહી છે કે જેની પાસે FCRA લાઈસન્સ છે, જેમને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી જ રિન્યુઅલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણ FCRA હેઠળ કુલ ૨૨,૭૬૨ બિન સરકારી સંસ્થા રજીસ્ટર્ડ છે અને આ પૈકી અત્યાર સુધી ૬૫૦૦ની એપ્લિકેશન રિન્યુઅલ માટે આગળ વધારવામાં આવી છે. ​​​​​​​

આ અગાઉ ૨૫ ડિસેમ્બરના રોજ મધર ટેરેસા દ્વારા કોલકાતામાં સ્થપાયેલી મિશનરીઝ ઓફ ચેરિટીની અરજીને યોગ્યતાને લગતી શરતો પૂરી નહીં કરવાને લીધે નકારી દેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. જોકે ગૃહમંત્રાલયે નિયમોને ટાંકી તેને નકારવામાં આવી હોવાનું કહ્યું હતું. વિવાદ બાદ મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થાએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું કે ગૃહ મંત્રાલય દ્વારા એવી કોઈ જ કાર્યવાહી કર્યાંનો ઈન્કાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *