સુરતના સ્ટંટ મેનો પર પોલીસ એ કરી કડક કાર્યવાહી: હાથ જોડી ને માફી માંગી..જુઓ સ્ટંટ મેનનો વિડીઓ…

સુરત શહેરમાં રાત્રી કફર્યૂ અમલમાં છે. ત્યારે બીજી તરફ નિયમના ધજાગરા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે. ટ્રાફિકના નિયમોનો ભંગ અને જોખમી સ્ટંટ પણ જોવા મળે છે. બે યુવક બાઈક પર જોખમી સ્ટંટ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં ખલનાયક ફિલ્મનું સોંગ સેટ કરીને રીલ બનાવવામાં આવી હતી.

પિસ્તલ જેવું દેખાતું હથીયાર લાઈટર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું

આ રિલ બનાવનાર યુવકોના વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગયો. પરંતુ તમને જણાવી દઈએ કે વિડીયો વાયરલ થતા જ અમરોલી પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વિડીયોમાં દેખાતા યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને યુવકોની એક તસ્વીર પણ સામે આવી હતી.

ખલનાયક ફિલ્મના ગીત પર સ્ટંટ કરનાર યુવકોની જ્યારે ધરપકડ કરાઈ ત્યારે સ્ટંટબાઝ યુવકો પોલીસ મથકમાં હાથ જોડીને બેસી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *