દેશની સામે હાલની સ્થિતીએ ઉભા જોખમો અને સુરક્ષાની બાબતોની સમિક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં દેશની સુરક્ષા એજન્સી અને કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓનાં વડા સહિત સી.એ.પી.એફ, સશસ્ત્ર દળોના ગુપ્ત પાંખ, આવક અને નાણાકીય ગુપ્ત એજન્સીઓનાં પ્રમુખોએ પણ ભાગ લીધો હતો.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ડીજીપી પણ વીડિયો કોન્ફરેન્સીંગના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતકવાદ અને વૈશ્વિક આંતકી સંગઠનોનાં સતત વધતા જોખમ, આંતકને નાણાંકીય મદદ અને નાર્કો આંતકવાદ, સંગઠીત ગુનાઓ, સાયબર સ્પેશનાં ગેરકાયદેસર ઉપયોગ, વિદેશી આંતકવાદીની ફાઈટરનોની અવરજવર જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કેન્દ્ર અને રાજ્યોની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સુદઢ સમન્વય અને તાલમેલની જરૂરીયાત પર ભાર મુક્યો હતો.