દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ઘરમાં જ થયાં આઈસોલેટ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે જેની જાણકારી તેમણે પોતે જ ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના લક્ષણો હળવા છે જેને ધ્યાનમાં રાખીને ઘરમાં જ આઈસોલેટ થયો છું. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરી પોતાને આઈસોલેટ કરો અને સાથે કોરોના ટેસ્ટ પણ કરાવો.
દિલ્હી, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોના લીધે બધા રાજ્યોએ ફરીથી પ્રતિબંધો લગાવવાના શરૃ કર્યા છે. દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળે અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો ફરીથી બંધ થઈ ગઈ છે.
રાજ્યમાં કોરોનાનાં ૧૨૫૯ નવા દર્દીઓ સાથે રિકવરી રેટ ૯૮.૦૯ ટકા થયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1259 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 151 દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 98.09 ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ 7,46,485 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ 4,94,317 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
અમદાવાદમાં 644, સુરતમાં 255, વડોદરામાં 75, રાજકોટમાં 61, મોરબીમાં 12, મહેસાણામાં 12, નવસારીમાં 16, ભરૂચમાં 16, ભાવનગરમાં 18, ગાંધીનગરમાં 28, વલસાડમાં 40, આણંદમાં 29, ખેડામાં 24, કચ્છમાં 11, જામનગરમાં 17, મહીસાગરમાં 6, સુરેન્દ્રનગરમાં 3, તાપીમાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 1, દાહોદમાં 1, જૂનાગઢમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.
અમેરિકાના FDAએ 12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ફાઇઝરના બૂસ્ટર ડોઝને આપી મંજૂરી
કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ દુનિયાના અનેક દેશોમાં વધતુ જઈ રહ્યુ છે. અમેરિકાએ કોરોના રસીના બુસ્ટર ડોઝનું વિસ્તરણ કર્યુ છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હવે 12 વર્ષથી નાના ઉંમરના બાળકો માટે ફાઈઝરના બુસ્ટર ડોઝને મંજૂરી આપી દીધઈ છે. FDAએ એવુ પણ કહ્યું કે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ કે જેઓ પાત્રતા ધરાવે છે તેઓ તેમના છેલ્લા ડોઝના માત્ર પાંચ મહિના પછી બૂસ્ટર ડોઝ મેળવી શકે છે.
COVID-19 કેસોમાં તાજેતરનો વધારો બધા માટે ચિંતાનો વિષય છે અને એફડીએ દ્વારા અમારી રસીના બૂસ્ટર ડોઝના ઇમરજન્સી ઉપયોગની અધિકૃતતાને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય આ રોગચાળાને આખરે હરાવવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ફાઈઝર આલ્બર્ટ બૌરલાએ જણાવ્યું કે અમે માનીએ છીએ કે બૂસ્ટરનો વ્યાપક ઉપયોગ આ રોગ સામે ઉચ્ચ સ્તરનું રક્ષણ જાળવવા અને હોસ્પિટલમાં દાખલ થવાના દરને ઘટાડવા માટે જરૂરી છે. ફાઈઝરના બુસ્ટર ડોઝનું રસીકરણ રોગપ્રતિકારકતાના સ્તરમાં વધારો કરે છે અને તમામ વયના જૂથોમાં કોવિડ-19 સામે રક્ષણમાં સુધારો કરે છે. જેમને એક પ્રાપ્ત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.