AMC થાકી…!!! હવે પબ્લિકને વેક્સીનનો બીજો ડોઝ અપાવવા પોલીસ મેદાને….

ગુજરાતમાં કોરોનાના કેસોમાં તીવ્ર ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક માત્ર ઉપાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ અને લોકોને બીજો ડોઝ લેવા માટે જાણ કરવામાં આવી હતી. તે છત્તા પણ લોકો વેક્સીન લેવા મામલે બેદરકારી દાખવે છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશને લોકો વેક્સીન અપાવવા માટે પોલીસનો સહારો લીધો છે.  હવે જે લોકોએ વેક્સીન નહિ લીધી હોય તેવા લોકોને પોલીસ સ્ટેશનમાંથી વેક્સીન લેવા માટે ફોન આવશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશણ દ્વારા જે લોકોએ વેક્સીન ના લીધી હોય તેવા લોકોનું પોલીસને લિસ્ટ પણ સોંપવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, તેમને જાણ કરવા માટે અમદાવાદ પોલીસની મદદ લીધી છે. જેના માટે અંદાજે ૬ લાખ લોકોનું લિસ્ટ પોલીસને આપવામાં આવ્યું છે. જેઓને પોલીસ ફોન કરી વેક્સિન લેવા જાણ કરશે. ઉપરાંત પોલીસવાન દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવશે.

જે લોકોએ બીજો ડોઝ નથી લીધો તેને જે તે સ્થાનિક પોલીસ દ્વારા ફોન કરી અને વેક્સિનનો બીજો ડોઝ લઇ લો તેવું જણાવવામાં આવશે. અમદાવાદમાં આશરે 6 લાખથી વધુ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવતી હતી, આમ છતાં પણ અનેક લોકોએ વેક્સિન લીધી ન હતી. જેથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને ડરાવી વેક્સિન લેવાં માટે જાણ કરવાની હોય તેમ અમદાવાદ પોલીસને કામ આપી દીધું છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોનું લિસ્ટ અમદાવાદ શહેર પોલીસને સોંપ્યું છે અને હવે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં બેસીને આવા વ્યક્તિઓને ફોન કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *