ભારતમાંછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૦,૯૨૮ અને ગુજરાતમાં ૩,૩૫૦ નવા કેસ નોંધાયા

આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે જ્યારે 19,206 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 325 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. આ સાથે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયેન્ટની ભારતમાં સ્થિતિના આંકડા જોઈએ તો ભારતમાં ઓમિક્રોનના કુલ 2,630 કેસ નોંધાઈ ચુક્યા છે. હાલ દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 2,85,401પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,13,030 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 90,928 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 68.53 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.

દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 91,25,099 રસીના ડોઝ અપાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 148.67 કરોડથી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,43,41,009 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

ગુજરાત રાજ્યમાં ફરી એક વાર કોરોના વિસ્ફોટ થયો છે. આજે રાજ્યમાં કોરોનાનાં નવા 3,350 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 236 દર્દી સાજા થયા છે. કોરોનાનાં સૌથી વધુ 1,660 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 690, વડોદરામાં 181, રાજકોટમાં 159, આણંદમાં 114, ગાંધીનગરમાં 85, ખેડામાં 84, કચ્છમાં 48, નવસારી 47, ભરૂચ 39, વલસાડમાં 34, પંચમહાલમાં 26, મોરબીમાં 25  કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનાં કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે. બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનનાં નવા 50 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 34, વડોદરામાં 5, ખેડામાં 4, સુરત અને આણંદમાં 3-3 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનનાં કેસની સંખ્યા 154 એ પહોંચી છે. રાજ્યમાં એક દિવસમાં 5 લાખ 26 હજાર 153 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *