દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઝડપથી વધારો થઇ રહ્યો છે. તેવામાં દેશના નેતાઓ જ બેફામ બની રહ્યા છે. ઉતરપ્રદેશ રાજ્યના ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન, ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ શિવ પ્રતાપ શુક્લા અને એસપી સિટી સોનમ કુમાર સહિત ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.
કોરોના મહામારી વચ્ચે ભાજપના નેતાની ઘોર બેદરકારી સામે આવી છે. ઉતરપ્રદેશ રાજ્યના ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન પોઝિટીવ હોવા છતાં ફ્લાઈટમાં ગોરખપુરથી નવી દિલ્હી જવા રવાના થતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતા અરવિંદ મેનનની આ બેદરકારીના કારણે નેતાએ ફ્લાઈટના અનેક યાત્રીઓના જીવ જોખમમાં મુક્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા અરવિંદ મેનન શુક્રવારે કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા પણ અરવિંદ મેનને ગુરુવારે રાજીમાં યોજાયેલી પ્રદેશ મહાસચિવ સંગઠન સુનીલ બંસલની બેઠકમાં હાજરી આપી હતી. ત્યારે આ નેતાઓ જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવુ લાગી રહ્યું છે.