રાજ્યનાં 60 તાલુકાઓમાં નોંધાયો કમોસમી વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે રાજ્યનાં વાતાવરણમાં એકવાર ફરી પલટો જોવા મળી રહ્યો છે.

રાજ્યનાં 60 તાલુકાઓમાં છૂટો-છવાયો વરસાદ નોંધાયો છે.

જેમાં ગીરસોમનાથનાં વેરાવળ, સુતરપાડા, વડાલી અને કોડીનાર તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, અમદાવાદનાં દસક્રોઇ સહિત અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

વાતાવરણમાં પલટો આવતા સાબરકાંઠાનાં ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને અંબાજીમાં વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડી સાથે ધુમ્મસનો માહોલ છે. હવામાન વિભાગનાં નિયામક મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *