ગુજરાતમાં માવઠાના કારણે ઠંડીનો પારો ગગડ્યો; અમદાવાદમાં નોધાયું ૯ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત બે દિવસો દરમિયાન ભર શિયાળે વરસાદી માહોલ સર્જાતા ઠંડકમાં વધારો થયો છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

વધુમાં ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ નહીવત છે.

ભરશિયાળે વરસી રહેલા વરસાદના પગલે રાજ્યમાં તાપમાનનો પારો આજે 2-3 ડીગ્રી ગગડ્યો છે. આ ઉપરાંત ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડતા ગુજરાત રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ અનુસાર આજે વહેલી સવારે  અમદાવાદમાં ન્યુનત્તમ તાપમાન 9 ડિગ્રી નોધાયું હતું. જ્યારે વર્તમાન તાપમાન 17 ડિગ્રી પર પહોચ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *