દેશમાં કોરોના વિરુદ્ધની ઝુમ્બેશમાં તાજેતરમાં જ 15 થી 18 વર્ષની વય ધરાવતા કિશોરોનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત દેશના કિશોરોનું પ્રથમ ડોઝનું રસીકરણ વેગવંતુ બન્યું છે. જેમાં 2 કરોડથી પણ વધુ કિશોરોને રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિશોરોમાં રસીકરણ માટે ઉત્સાહની પ્રસંશા કરી છે. ત્યારે બીજી તરફ આવતીકાલ તારીખ 10 મી જાન્યુઆરી-2022 ના રોજથી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ ઉમરના કોમોર્બિડીટી ધરાવતા વડીલોને કોરોના વિરોધી રસીનો પ્રિકોશનરી અને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ફ્રન્ટલાઈન વર્કર રસીકરણ કેન્દ્ર પર જઈને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પ્રિકોશનરી ડોઝ મેળવી શકશે.