દેશમાં કોરોના વાઇરસે ફરી એક વાર લોકોને ઘરમાં રહેવા મજબુર કરી દીધા છે. કોરોના વાઈરસથી ઘણા બધા બોલીવુડ અભિનેતા પણ સંક્રમિત થઇ ચુક્યા છે. હાલ માં જ બોલીવુડના લેજંડ સિંગર લતા મંગેશકર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. લતા મંગેશકરને સારવાર અર્થે મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ICU માં રાખવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ કે લેજંડ લતા મંગેશકરને કોરોનાના સામાન્ય લક્ષણ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એકતા કપૂર પણ કોરોના સંક્રમિત થઇ હતી. એકતા કપૂરે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. ત્યારથી તે હોમ ક્વોરેન્ટાઈન છે. પરંતુ હજુ સુધી એકતા કપૂર સ્વસ્થ નથી થઇ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સિંગર વિશાલ દદલાણી, અભિનેત્રી સ્વરા ભાસ્કર, મધુર ભંડારકર, પ્રતિક બબ્બર જેવા કલાકારો કોરોનાનો શિકાર થયા છે. સોમવારે એક દિવસમાં ૧.૬૮ લાખથી વધુ કોરોના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.