દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે લોકોના મનમાં ભય નો માહોલ સર્જાય ગયો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા ખાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કોવિડના વધતા જતા કેસના લીધે ઊભી થનારી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા આરોગ્ય સેવાની સુવિધાઓ અને આરોગ્યકર્મીઓને સજ્જ રાખવા પગલાં લેવા રાજ્યોને નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બધી જ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર પાઠવીને આવો નિર્દેશ આપ્યો છે. તેમણે ખાસ કોવિડ સેન્ટરોમાં વિવિધ શ્રેણી અને વ્યવસ્થાવાળા બેડ સજજ રાખવાની સૂચના આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઓકસીજનની સુવિધાવાળા બેડ પુરતી સંખ્યામાં ઉપલબ્ધ રાખવાનું સૂચન કર્યું છે. કેન્દ્ર સરકારે કોવિડ કેર સેન્ટરોમાં ટેલી કન્સલટેશન સેવા આપવા નિવૃત્ત તબીબો અથવા MBBSના વિદ્યાર્થીઓ ગોઠવવાની સૂચના આપી છે.