રાજ્યમાં કોરોના કેસ માં ઝડપી વધારો થઇ રહ્યો છે જેનાથી સરકાર ની ચિંતા વધી ગઈ છે.અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને કારણે કોરોનાના કેસ વધે નહિ અને કોરોના ગાઇડલાઇનનો અમલ થાય તે કારણોસર અમદાવાદમાં પોલીસ કમિશ્નર દ્વાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર દ્વાર જાહેર કરાયેલ જાહેરનામાં અનુસાર નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસરના પગલા લેવામાં આવશે. તેમજ ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. ધાબા પર જો ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે.
ઉપરાંત ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ ઉપર પણ પ્રતિબંધ છે. ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરતા લોકો ઝડપાયા તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે. ધાર્મિક લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર લખી શકાશે નહીં. ત્યારે ૧૩ તારીખથી જ પોલીસ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવશે.