રાજ્યમાં સ્ટેટ GSTની ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા ૩૦ વેપારીઓને ત્યાં પર દરોડા પાડ્યા છે. આ સ્ક્રેપના વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૭ જેટલી પેઢીની સંડોવાયેણી હોવાનું સામે આવ્યું છે. GSTની ટીમને તપાસ દરમિયાન બોગસ બિલિંગના રૂ. ૨૮૫ કરોડના વ્યવહારો ૫૩ કરોડની ITC ખોટી રીતે પસાર કર્યાનું સામે આવ્યું હતું.
સ્ટેટ GST વિભાગની ટીમે જીવરાજ પાર્ક ખાતે તાજેતરમાં પાડેલા રેડ બાદ મોટી સંખ્યામાં બોગસ બિલિંગના વ્યવહારોનો ડેટા મળ્યો હતો. જેના આધારે લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા 30 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન માસ્ટર માઇન્ડ ઓપરેટર દ્વારા જરૂરિયાતમંદ અથવા આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપીને તેમના દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવી જીએસટી નંબર લેવામાં આવતો હતો. જેમાં ભાવનગરના ૧૦, રાજકોટના ૧૨, સુરતના ૭ અને અમદાવાદના ૧ સ્થળનો સમાવેશ થાય છે. એસ GSTના અધિકારીઓએ ૬ સ્થળોએથી હિસાબી ચોપડાની તપાસ માટે જપ્ત કર્યા છે. અત્યાર સુધીની તપાસમાં રૂ. ૨૮૫ કરોડનું બોગસ બિલિંગ પકડાયું છે.