9408216170 હેલ્પલાઈન નંબર જાહેર, તમામ જીલ્લામાં 50 થી 60 લોકોની બનાવી ટાસ્ક ફોર્સ
રાજયમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્રારા કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ભાજપના મેડિકલ સેલએ તમામ જીલ્લામાં 50 થી 60 લોકોની ટાસ્ક ફોર્સ બનાવી છે. જેમાં જીલ્લા મથકે અને શહેરી મથકે ટીમ તૈયાર કરવામાં આવી છે જે ટેલિફોનિક સારવાર આપશે તેના માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ નંબર 9408216170 પર સંપર્ક કરવાનો રહેશે
ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ તેમજ કન્વીનર ડોક્ટર સેલ ધર્મેન્દ્ર ગજ્જર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 9408216170 શરૂ કરી કમલમ ખાતે કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
શું સુવિધા મળશે…
આ હેલ્પ લાઇન લોકોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડશે તેના પર આરોગ્યમંત્રી સીધી નજર રાખશે.
આ હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી તમામ પ્રકારની તબીબી સુવિધા મળવા ઉપરાંત દવાની પણ માહિતી આપવામાં આવશે.
આ ટાસ્ક ફોર્સમાં અલગ અલગ વિષયના નિષ્ણાંતોના સમાવેશ કરવામાં આવ્યો છે જે કોઈ પણ સમયે જરૂર પડે હેલ્પલાઈન નંબરથી તેમને સંપર્ક કરી ટેલિફોનિક સારવાર મેળવી શકે છે.
મહત્વનું છે કે બીજી લહેર વખતે પણ ભાજપ સંગઠન દ્વારા કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરવામા આવી હતી. ત્રીજી લહેરની દસ્તક શરૂ થતાં જ ફરી હેલ્પલાઈન નંબર ચાલુ કરવામાં આવ્યો છે.