મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કાર કરવા માટે એક કરોડથી વધુ લોકો વર્ચ્યુઅલ મિટ સામેલ થવાની આશા: સર્બાનંદ સોનોવાલ

૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ મકરસંક્રાંતિનાં પર્વ નિમિત્તે આયુષ મંત્રાલય આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વૈશ્વિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ પ્રેસ મીટમાં આજે આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના વર્તમાન પુનરુત્થાનમાં મકરસંક્રાંતિ પર સૂર્ય નમસ્કારનું પ્રદર્શન વધુ સુસંગત છે. અમે કાર્યક્રમમાં ૭૫ લાખ લોકો ભાગ લે એવો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ નોંધણી અને અમારી તૈયારીને જોતા હું એક કરોડની મર્યાદાને વટાવી જવાની આશા રાખું છું.

આ વર્ચ્યુઅલ મીટિંગમાં આયુષ રાજ્ય મંત્રી, ડૉ. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, સૂર્ય નમસ્કાર મન અને શરીરને નવજીવન આપે છે. મોલેક્યુલર જિનેટિક્સ પર યોગની અસરોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

આ વિશ્વવ્યાપી કાર્યક્રમમાં ભારત અને વિદેશની તમામ અગ્રણી યોગ સંસ્થાઓ, ભારતીય યોગ સંઘ, નેશનલ યોગ સ્પોર્ટ્સ ફેડરેશન, યોગા પ્રમાણપત્ર બોર્ડ, FIT ઈન્ડિયા અને ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ ભાગ લઈ રહી છે. SAI ના ખેલાડીઓ અને સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. સેલિબ્રિટીઓ અને રમતગમતની હસ્તીઓ વિડિયો સંદેશાઓ દ્વારા સૂર્ય નમસ્કારને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા સહભાગીઓ અને યોગ ઉત્સાહીઓ સંબંધિત પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુકે ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર કરવાના વીડિયો અપલોડ કરવાના રહેશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે નીચે આપેલી લિંક્સ પર નોંધણી કરાવી શકાશે.

https://yoga.ayush.gov.in/suryanamaskar

https://yogacertificationboard.nic.in/suryanamaskar/

https://www.75suryanamaskar.com

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *