મકરસંક્રાંતિના પર્વની ઉજવણી સાથે જ કમૂર્તાની પણ સમાપ્તિ થઇ છે અને લગ્નસરાનો પ્રારંભ થઇ ગયો છે. આગામી જુલાઇ સુધી લગ્નના કુલ ૪૦ શુભ મુહૂર્ત છે.
ગુજરાતમાં છેલ્લા ૩ સપ્તાહથી કોરોનાના કેસનો રાફડો ફાટયો છે. આ સ્થિતિમાં હવે લગ્ન સમારોહ કઇ રીતે યોજવા? લગ્નસમારોહ ધામધૂમથી થઇ શકશે કે કેમ? કેટલા અતિથિઓને આમંત્રણ આપવું ? મર્યાદિત અતિથિઓની જ ઉપસ્થિતિ હોય તો પાર્ટી પ્લોટ-હોલના બૂકિંગ તોતિંગ ભાડા અત્યારથી જ ચૂકવવા કે કેમ તેને લઇને લગ્નપ્રસંગનું આયોજન કરનારા વિમાસણમાં મૂકાઇ ગયા છે.
વર્ષ ૨૦૨૨માં દિવાળી સુધી લગ્નના કુલ ૪૦ મુહૂર્ત છે. જેમાં જાન્યુઆરીમાં સૌથી વધુ ૧૦, ફેબુ્રઆરીમાં ૮ મુહૂર્તનો સમાવેશ થાય છે. આ પછી જુલાઇમાં સૌથી વધુ ૬, એપ્રિલ-જૂનમાં ૪-૪, મેમાં ૩ જ્યારે માર્ચમાં માત્ર ૩ મુહૂર્ત છે. હાલની સ્થિતિએ વિશેષ કરીને જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં લગ્ન સમારોહને કઇ રીતે યોજવા તેની સામે પ્રશ્નાર્થ મૂકાયો છે.
આગામી ૭ મહિનામાં લગ્નના મુહૂર્ત
જાન્યુઆરીઃ ૧૫, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ .
ફેબુ્રઆરીઃ ૫, ૬, ૯, ૧૦, ૧૧, ૧૬, ૧૭, ૧૯.
માર્ચ : ૪ , ૮ ,૨૦. એપ્રિલ: ૧૪, ૧૭, ૨૧, ૨૨ .
મે ઃ ૧૧, ૧૨, ૧૮, ૨૦ , ૨૫ .
જૂનઃ ૧૦, ૧૨, ૧૫, ૧૬.
જુલાઈઃ ૩, ૬, ૮, ૧૦, ૧૧ ૧૪.