પાંચ રાજ્યોમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોરોનાની રફ્તારને જોતા ચૂંટણી પંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે રોડ શો અને રેલી જેવી રાજકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ વધાર્યા છે. ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ વધાર્યા છે. અગાઉ 15 જાન્યુઆરી સુધી રોક હતી.
ચૂંટણી પંચ 22 જાન્યુઆરીએ ફરીથી સ્થિતિની સમીક્ષા કરશે, ત્યાં સુધી રાજકીય દળોએ ડિજિટલ પ્રચાર કરવો પડશે. ચૂંટણી પંચે કહ્યુ કે ઈનડોર સભાગૃહમાં હોલની ક્ષમતા કરતા અડધા લોકોની સભા કરવામાં આવી શકે છે પરંતુ વધારે 300 લોકો જ ત્યાં હાજર રહી શકે છે.
રાજકીય દળને અવગત કરવામાં આવ્યા છે કે તેઓ કોવિડ ગાઈડલાઈનનુ પાલન કરે. રાજ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને કડકાઈ તાકીદ કરવામાં આવી છે કે કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા તમામ રાજકીય દળના નેતાઓ, કાર્યકર્તાઓ અને જનતાની ગતિવિધિઓ પર બાજ નજર રાખે. ઓબ્સર્વર્સને કહેવામાં આવ્યુ છે કે સક્રિય રહો અને જનતાની નજરમાં રહો જેથી જનતાને જાણ રહે કે તેમની પર નજર છે.