દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,58,089 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,740 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 385 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,52,37,461 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 16,56,341 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 13,13,444 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના 70,37,62,282 લોકોના ટેસ્ટ કરાયા છે.
દેશમાં ઓમિક્રૉનના અત્યાર સુધીમાં કુલ 8,209 કેસ દાખલ થયા છે જેમાંથી 3109 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના કુલ 1,738 અને પશ્ચિમ બંગાળમાં 1672 કેસ નોંધાયા છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 39,46,348 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,57,20,41,825 રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાનાં નવા 10,150 કેસ નોંધાયા છે. જ્યારે 6096 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાનાં કારણે 8 દર્દીનાં મૃત્યુ થયા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 3315, સુરતમાં 2757, વડોદરામાં 1242, રાજકોટમાં 467, ગાંધીનગરમાં 264, ભાવનગરમાં 376, વલસાડમાં 283, જામનગરમાં 202, કચ્છમાં157, આણંદમાં 114 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 1 લાખ 38 હજાર 536 લોકોનું કોરોના રસીકરણ કરાયું હતું. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 52 હજાર 471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 92.04 ટકાએ પહોંચ્યો છે. તો રાજ્યમાં અત્યારે કોરોનાનાં 63,610 સક્રિય કેસ છે.