ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ગાયક વિજય સુવાળા પાર્ટી છોડતા AAP પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના જાણીતા ગાયક વિજય સુવાળાઆમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં જોડાયા છે. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના પ્રદેશના નેતાઓ અને કેટલાક પ્રધાનોની હાજરીમાં વિજય સુવાળાએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ C.R.પાટીલ સાથે વિજય સુવાળાએ મુલાકાત કર્યા બાદ ભાજપે વિજય સુવાળાને વિધાનસભા ટિકિટ માટે બાંહેધરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના ગાયક વિજય સુવાળા મૂળ મહેસાણા જિલ્લાના સુવાળા ગામના વતની છે. અને ઉત્તર ગુજરાતની લોકબોલીમાં ગાયેલા એકથી એક ચઢિયાતા ગીતોથી સર્વાધિક લોકપ્રિય છે. વિજય સુવાળા ગુજરાતભરમાં જાણીતો ચહેરો છે. ઉપરાંત વિજય સુવાળા યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે.