અફઘાનિસ્તાનનાં પશ્ચિમી પ્રાંત બરગીસમાં સોમવારે આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 26એ પહોંચી છે.સાથે જ અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદ સરવારીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા વિનાશમાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 2 વાગ્યે 5.6ની તીવ્રતાનો પહેલો ભૂકંપ અનુભવાયો હતો, જ્યારે 4.9નો બીજો ભૂકંપ સાંજે 4 વાગ્યે અનુભવાયો હતો.
ભૂંકપના તીવ્ર આંચકાથી અનેક ઘરોને નુકસાન થયુ છે.અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.કારણ કે ભૂંકપની અસરગ્રસ્ત દૂરનાં ગામોમાં હજુ પણ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.
અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વે અનુસાર સ્થાનિક સમય અનુસાર 5.3 ની તીવ્રતાનો ભૂકંપનો પહેલો આંચકો બપોરે આશરે બે વાગે જ્યારે 4.9ની તીવ્રતાનો ભૂકંપનો બીજો આંચકો સાંજે 4 વાગે અનુભવાયો હતો.ભૂકંપનો કેન્દ્રબિંદુ 30 કિલોમીટરની ઉંડાઈએ હોવાનું સામે આવ્યું છે.
ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
શુક્રવારે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેનાથી રાજધાની જકાર્તામાં ઈમારતો હચમચી ગઈ હતી, પરંતુ જાન-માલને કોઈ ગંભીર નુકસાન થયાના તાત્કાલિક અહેવાલ મળ્યા ના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી.