‘ઓપન ડેટા વીક’ નો શુભારંભ; સ્માર્ટ સિટી મિશન, આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય

સ્માર્ટ સિટી ઓપન ડેટા પોર્ટલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડા તથા ડેટા બ્લોગનું પ્રકાશન કરનારા તમામ 100 સ્માર્ટ શહેરોની આયોજનમાં ભાગીદારી

દેશભરની શહેરી ઈકો-સિસ્ટમમાં મુક્ત આંકડાઓ અપનાવવા તથા નવોન્મેષને પ્રોત્સાહન આપવા માટે આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે આજે ‘ઓપન ડેટા વીક’ (મુક્ત માહિતી-સામગ્રી સપ્તાહ)ને આરંભ કરવાની ઘોષણા કરી. ઉલ્લેખનીય છે કે, આ ક્રમમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ -સ્માર્ટ સિટીઝઃ સ્માર્ટ અર્બનાઈઝેશન’ સંગોષ્ઠીનું આયોજન સુરતમાં ફેબ્રુઆરી 2022માં થશે. ‘ઓપન ડેટા વીક’ એ કાર્યક્રમ-પૂર્વ ગતિવિધિઓનું અંગ છે, જેમને આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે શરૂ કર્યુ છે જેથી મુક્ત આંકડાઓ પ્રત્યે જાગૃતિ તથા તેમના ઉપયોગને પ્રોત્સાહિત કરી શકાય. તેનું આયોજન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ એટલે કે 17 જાન્યુઆરી, 2022થી 21 જાન્યુઆરી, 2022 સુધી થશે.
સ્માર્ટ સિટી ઓફન ડેટા પોર્ટલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા આંકડા તથા ડેટા બ્લોગનું પ્રકાશન કરનાર તમામ 100 સ્માર્ટ શહેરોના આયોજનમાં ભાગીદારી થશે. આ સમયે વિવિધ હિતધારકો માટે 3800થી વધુ ડેટા સેટ અને 60થી વધુ ડેટા વિવરણ ઉપલબ્ધ છે, જેની મદદથી તેઓ આંકડાનું વિશ્લેષણ કરી શકે તથા તેને અનુરૂપ આગળની કાર્યવાહી કરવાનો માર્ગ શોધી શકાય.

કાર્યક્રમનો ઉદ્દેશ છે કે, મુક્ત આંકડાઓના લાભોથી પરિચિત કરાવવામાં આવે કે તેઓ કઈ રીતે અસરકારકતા અને પારદર્શિતાના આધારે નવોન્મેષ તથા આર્થિક વિકાસને ગતિ આપી શકે છે. આને બે ખંડોમાં વહેંચવામાં આવેલ છે પ્રથમ, 17 જાન્યુઆરી, 2022થઈ 20 જાન્યુઆરી, 2022 સુધી સ્માર્ટ સિટીઝ ઓપન પોર્ટલ પર ડેટા સેટને અપલોડ કરવા, તેનું માળખું પ્રસ્તુત કરવું, એપીઆઈ અને ડેટા બ્લોગ્સને રજૂ કરવા તથા બીજું, 21 જાન્યુઆરી, 2022ના રોજ તમામ સ્માર્ટ શહેરો દ્વારા ‘ડેટા ડે’ (માહિતી-સામગ્રી દિવસ) મનાવવો.

‘ડેટા-ડે’ (માહિતી-સામગ્રી દિવસ) દેશભરના તમામ સ્માર્ટ શહેરોમાં મનાવવામાં આવશે. આ આયોજનોમાં શહેરો દ્વારા ચિહ્નિત વિવિધ આંકડાઓ વિશે સંવાદ, સંગોષ્ઠી. હેકેથોન, પ્રદર્શન અને તાલીમ પણ હશે. આ દિવસે વિવિધ પૃષ્ઠભૂમિવાળા લોકોની ભાગીદારી હશે, જેમાં સરકારી એજન્સીઓ, ખાનગી ક્ષેત્રના ઉદ્યમ, વૈજ્ઞાનિક અને એકેડેમિક સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ, સિવિલ સોસાયટી વગેરે સામેલ છે. તેનો ઉદ્દેશ એક એવું મંચ ઉપલબ્ધ કરવાની છે, જ્યાં આ વાતની પૂરતી તક મળી શકે કે કઈ રીતે આંકડાના સર્જનને જાળવી રખાય અને કેવી રીતે તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા આવે છે, જેથી હાલ કોવિડ-19 મહામારી જેવા જટિલ શહેરી મુદ્દાઓનું સમાધાન થઈ શકે.

આયોજનને આંકડાના ઉપયોગ અને તેમના પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. લોકો અને સંગઠનોના તમામ એવા સમૂહ છે, જે સારા આંકડાઓની ઉપલબ્ધતાથી લાભ ઉઠાવી શકે છે. આંકડાના નવા સમુચ્ચયથી નવું જ્ઞાન અને નવી દ્રષ્ટિ બનશે, જેનાથી આંકડાઓની ઉપયોગિતાના નવા સ્વરૂપ સામે આવશએ. આનાથી સરકારને પણ મદદ મળશે કે તે કોઈપણ શહેરના નાગરિકોની સામાન્ય સમસ્યાઓનું સમાધાન કરી શકે તથા ત્યાંના સફળ ઉપાયોને અન્ય શહેરોમાં ઉપયોગ કરી શકે.

કાર્યક્રમ માટે 100 સ્માર્ટ શહેર બિલકુલ તૈયાર છે અને આ આયોજનને ભારતીય શહેરોને ‘ડેટા સ્માર્ટ’ બનાવવા માટે સામૂહિક પ્રયાસો કરી રહ્યા છે. આ પોર્ટલ https://smartcities.data.gov.in/ પર ઉપલબ્ધ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *