આઈપીએલ 2022: અમદાવાદની ટીમના માલિક CVCએ તેના ટીમ બનાવવાની તૈયારી શરુ કરી

આઈપીએલની 2022ની સિઝનમાં આ વખતે 10 ટીમો ભાગ લેવાની છે. અગાઉની આઠ ટીમ ઉપરાંત અમદાવાદ અને લખનઉની ટીમ ઉમેરાઈ છે અમદાવાદની ટીમ તરફથી રમવા માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને એક સિઝનના રૂ. 15 કરોડ મળશે. આમ તેને જેકપોટ લાગ્યો છે.

અમદાવાદની ફેન્ચાઈઝી માટે કેટલાક વિવાદ બાદ આખરે સીવીસી કેપિટલને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપી દેવાયો છે. આગામી એપ્રિલથી રમાનાર આઈપીએલ-2022 માટે હવે સીવીસીએ તેના ટીમ ફોરમેશનની તૈયારી કરી દીધી છે.

નિયમ પ્રમાણે અન્ય આઠ ટીમોમાંથી હરાજી (ઓકસન) માટે રીલીઝ થયેલા ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓ આ બે નવી ફ્રેન્ચાઈઝી સીધા જ ખરીદી શકે. સી.વી.સી. કેપિટલે અમદાવાદની ટીમ માટે ત્રણ ખેલાડીઓ હાર્દિક પંડયા, અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને રૂ. 15-15 કરોડમાં જ્યારે ત્રીજા ખેલાડી તરીકે શુબમન ગીલને રૂ. 7 કરોડમાં ખરીદ્યો છે.

હાર્દિક પંડયા તો અમદાવાદ ટીમનો કેપ્ટન પણ બનશે તે લગભગ નિશ્ચિત છે. આ ર કમ એક જ સિઝન માટેની હોય છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરા, ગેરી કર્સટન અને ડાયરેકટર વિક્રમ સોલંકી કોચિંગ ટીમમાં નિયુક્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *