ટીકાકરણ અભિયાન : દાદરા નગર હવેલી અને દીવ દમણમાં ૧૫ થી ૧૮ વર્ષનાં વર્ગનું સો ટકા રસીકરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણ દેશમા ૧૫ થી ૧૮ વર્ષના લોકો માટે ટીકા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કર્યા બાદ દમણ દીવના પ્રસાશકના માર્ગદર્શનમા યુવાઓ અને યુવતીઓના હિત માટે દરેક જગ્યા પર ટીકાકરણની શરૂઆત કરવામાં આવી હતી. જેમા ૧૦ જાન્યુઆરીના રોજ દીવ જીલ્લામાં ૧૦૦%  રસીકરણ થઇ ગયું હતું. દમણ જીલ્લામાં ૧૩ જાન્યુઆરીના રોજ સો ટકા ટીકાકરણ પૂર્ણ કરવામા આવ્યું અને હાલમાં ૧૭ જાન્યુઆરીના રોજ દાદરા નગર હવેલીમાં પણ સો ટકા ટીકાકરણનો ટાર્ગેટ પુર્ણ કરવામા આવ્યો છે. દમણમા કુલ ૧૨,૯૯૪, દીવમાં ૩૪૧૭ અને દાદરા નગર હવેલીમાં ૨૪,૪૨૮ મળી ટોટલ ૪૦,૮૩૯ લોકોને રસીકરણ કરવામા આવ્યું છે.

સંઘપ્રદેશમાં આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ અને એમના વાલીઓ શાળાના શિક્ષકો આચાર્ય દ્વારા દરેકને ટીકાકરણ માટે જાગૃત કર્યા છે તો સ્વાસ્થ્ય કર્મચારીઓએ પણ મેહનત કરી આ ટીકાકરણ અભિયાનને સફળ બનાવ્યો છે. આ ટીકાકરણ ઝુંબેશને સફળ બનાવવા માટે સંઘપ્રદેશ પ્રસાશન દરેક વિભાગ સાથે રહી અને ખાસ કરીને શિક્ષણ વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગની અહમ ભુમિકા રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *