અમદાવાદ મહાનગરપાલિકાએ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો એક નવો અભિગમ અપનાવ્યો છે.
મહાનગરપાલિકા સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા કોર્પોરેશનના એકત્રિત કરાયેલા ઘન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો આધુનિક પ્રોજેક્ટ બનાવવામાં આવશે.
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપની મદદથી ઘન કચરાના વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ અમદાવાદના શાહવાડી વિસ્તારમાં સ્થપાશે. સાથે જ સુગમતા માટે અત્યારના ૧૮૦ M.L.D. સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટની બાજુમાં જ આ પ્લાન્ટ રહેશે.
મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ બનાવવા માટે ૧૪ એકર જમીન ફાળવી છે.