ક્રૂડનો આ ભાવ ૨૦૧૪ પછીનો સૌૈથી ઉંચો ભાવ છે. ક્રૂડના ભાવ આટલા વધ્યા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી. છેલ્લા ૭૪ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે ક્રૂડના ભાવ વધવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યાં નથી. ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવશે તેવી શક્યતા છે.
યમનના હૂતી બળવાખોરો દ્વારા યુએઇમાં ઓઇલ ફેસિલિટી પર હુમલો કરતા જીયોપોલિટિકલ તંગદિલી વધતા ક્રૂડનો ભાવ વધીને પ્રતિ બેરલ ૮૭.૭ ડોેલર થઇ ગયો છે.
ગઇકાલના હુમલાને કારણે સઉદી અરેબિયા અને ઇરાન વચ્ચેની તંગદિલી વધશે.
હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૫.૪૧ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૬.૬૭ રૃપિયા છે.
ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ૧૦ ફેબુ્રઆરીથી સાત માર્ચ સુધી વિવિધ તબક્કાઓંમાં વિધાનસભા ચૂંટણી છે. ૧૦ માર્ચે એક સાથે પાંચ રાજ્યોની મતગણતરી હાથ ધરવામાં આવશે.