રાજ્યમાં કોરોનાનાં ૨૦,૯૬૬ નવા દર્દીઓ સાથે રિકવરી રેટ ૮૯.૬૭ ટકા થયો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૨૦,૯૬૬ નવા દર્દીઓ નોંધાયા છે, જયારે ૯,૮૨૮ દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો ૮૯.૬૭ ટકા પર પહોંચ્યો છે. આજે રાજ્યભરમાંથી કુલ ૮,૭૬,૧૬૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કાલે કુલ  ૨,૦૨,૫૯૨ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું

અમદાવાદમાં ૮,૫૨૯, સુરતમાં ૩,૯૭૪, વડોદરામાં ૨,૨૫૨, રાજકોટમાં ૧,૩૮૬, ભાવનગરમાં ૫૭૦, ગાંધીનગરમાં ૬૨૪, વલસાડમાં ૩૭૮, ભરૂચમાં ૩૦૨, નવસારીમાં ૨૭૮, મોરબીમાં ૨૬૫, મહેસાણામાં ૨૫૮, જામનગરમાં ૩૩૫, આણંદમાં ૨૪૭, બનાસકાંઠામાં ૨૪૦, કચ્છમાં ૧૯૪, ખેડામાં ૧૬૮, પાટણમાં ૧૫૧, સુરેન્દ્રનગરમાં ૧૪૬, નર્મદામાં ૮૪, દાહોદમાં ૭૫, પોરબંદરમાં ૬૧, સાબરકાંઠામાં ૫૪, અમરેલીમાં ૪૭, દેવભૂમિ દ્વારકામાં ૪૬, તાપીમાં ૪૩, પંચમહાલમાં ૪૨, ગીર સોમનાથમાં ૩૯, મહીસાગરમાં ૩૭, જૂનાગઢમાં ૧૯, ડાંગમાં ૯, અરવલ્લીમાં ૪, બોટાદમાં ૩, છોટાઉદેપુરમાં ૨ કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *