ગુજરાતમાં ઘણા સમયથી અવારનવાર ડ્રગ્સની ઘુસણખોરીના બનાવો સામે આવ્યા છે. તેવામાં ડ્રગ્સની ઘુસંખોરીની વધુ એક ઘટના બનાસકાંઠા જીલ્લામાંથી ઘટી છે. બનાસકાંઠા જીલ્લામાંથી દારૂની ઘુષણખોરી બાદ હવે ગાંજાની હેરફેર પણ વધી રહી છે. ઉત્તર ભારતથી મુંબઈ તેમજ ગોવા સુધી ગાંજાનું મોટું નેટવર્ક ગુજરાતના માર્ગ થકી ચાલી રહ્યું છે. આ નેટવર્કને તોડવા બનાસકાંઠા પોલીસ સક્રિય બની છે.
અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે SOG તેમજ અમીરગઢ પોલીસે બાતમીના આધારે ૧૪ કિલો ૬૪૩ ગ્રામ ચરસ જેની બજાર કિંમત ૧ કરોડ ૪૦ લાખ સાથે આરોપીની અટકાયત કરી છે.
SOG અને અમીરગઢ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવ્યા બાદ અમીરગઢ ચેકપોસ્ટ પર હિમાચલ પ્રદેશ પાસિંગની કાર પસાર થતા કારને અટકાવી તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કાર માંથી ૧૪ કિલો ચરસ મળી આવતા પોલીસે કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
બનાસકાંઠા જીલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને સુચના આપવામાં આવી હતી કે ચેકપોસ્ટ પર રાજ્ય બહારની ગાડીઓનું ફરજિયાત તપાસ કરવામાં આવે. આ તપાસ દરમિયાન હિમાચલ પ્રદેશના પાસિંગની ગાડી રોકી તેમાં તપાસ કરતા તેમાંથી ચરસ મળી આવ્યું હતું. કિરણ નેગી નામનો વ્યક્તિ જે હિમાચલ પ્રદેશના કુલ્લુનો વતની છે. જેની પ્રાથમિક પૂછપરછ કરતા તે ગાંજાની ખેતી કરે છે અને તેમાંથી બનાવેલું ચરસ તે ગોવા વેચાણ અર્થે જતો હતો.