વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે આવાસ પરિયોજનાનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે આવાસ પરિયોજનાનું લોકાર્પણ કર્યું. ભારતની મદદથી તૈયાર થયેલી આવાસ પરિયોજનાનું લોકાર્પણ કરવામાં ભારતે મોરેશિયસને સહયોગ આપ્યો.આ સાથે જ મોરેશિયસમાં સિવિલ સર્વિસ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો. ૧૯૦ મિલિયન ડોલરની લાઈન ઓફ ક્રેડિટ આપવા માટે કરાર કરવામાં આવ્યા છે. ઉપરાંત લઘુ વિકાસ પરિયોજનાઓના અમલીકરણ પર MoUની આપ-લે કરવામાં આવી હતી. ૮ મેગા-વોટની સોલાર પીવી ફોર્મ પરિયોજનાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.

સામાજિક આવાસ એકમોની પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ મદદ માટે મોરેશિયસના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો. તેમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી મિત્રતાએ નવા શિખર સર કર્યા છે. મોરેશિયસમાં એક મેટ્રો સ્ટેશનનું નામ ગાંધીજીના નામ પરથી રાખવામાં આવશે. મોરેશિયસના પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની મદદ વગર મેટ્રો એક્સપ્રેસ યોજના અસંભવ હતી. આ સાથે તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે નવી કોલેજ અમારા પ્રશિક્ષણ કાર્યક્રમને વેગ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *