કોરોના અપડેટઃ દેશ – રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૪૭,૨૫૪ નવા કેસ નોંધાયા, ૭૦૩ દર્દીઓના મૃત્યુ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,47,254 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2,51,777 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 703 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,60,58,806 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 20,18,825 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 19,35,912 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના 71,15,38,938 લોકોના ટેસ્ટ કરાયા છે. દેશમાં ઓમિક્રૉનના અત્યાર સુધીમાં કુલ 9,692 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર 16.56 ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર 17.94 ટકા છે.

કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 70,46,779 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,60,43,70,484 રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસે સતત ત્રીજા દિવસે નવી રેકોર્ડ સપાટી વટાવી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૨૪,૪૮૫ નવા કેસ સામે આવ્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૦૨૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલમાં ૧.૦૪ લાખ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે અને ૧૫૬ દર્દી વેન્ટિલેટર પર છે.

ગુજરાતના ૨૨ જિલ્લામાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે.  જેમાં અમદાવાદ શહેરમાંથી ૯૮૩૭-ગ્રામ્યમાંથી ૧૨૦ સાથે સૌથી વધુ ૯૯૫૭ કેસનો સમાવેશ થાય છે. બરાબર ૮ દિવસ અગાઉ ૧૨ જાન્યુઆરીના સમગ્ર રાજ્યમાંથી ૯૯૪૧ કેસ નોંધાયા હતા અને તેટલા જ કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે. જેના ઉપરથી જ અમદાવાદ અને ગુજરાતમાં સર્જાઇ રહેલી ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. સુરત શહેરમાંથી ૨૯૮૧-ગ્રામ્યમાંથી ૭૨૮ સાથે ૩૭૦૯, વડોદરા શહેરમાંથી ૨૮૨૩-ગ્રામ્યમાંથી ૩૭૧ સાથે ૩૧૯૪, રાજકોટ શહેરમાંથી ૧૩૩૩-ગ્રામ્યમાંથી ૧૮૮ સાથે ૧૫૨૧ કેસ સામે આવ્યા છે. આમ, ચાર જિલ્લામાં કોરોનાના ૧ હજારથી વધુ નવા કેસ નોંધાઇ ચૂક્યા છે.

રાજ્યમાંથી અન્યત્ર ગાંધીનગર શહેરમાં ૫૦૯-ગ્રામ્યમાં ૨૨૫ સાથે ૭૩૪, જામનગર શહેરમાં ૪૭૧-ગ્રામ્યમાં ૧૨૮ સાથે ૫૯૯, ભાવનગર શહેરમાં ૫૨૯-ગ્રામ્યમાં ૫૮ સાથે ૫૮૭, આણંદમાં ૫૫૮, વલસાડમાં ૪૪૬, ભરૃચમાં ૪૦૮, મહેસાણામાં ૩૫૪, કચ્છમાં ૩૪૬, નવસારીમાં ૨૯૭, મોરબીમાં ૨૦૬, પાટણમાં ૧૮૦, બનાસકાંઠામાં ૧૭૪, જુનાગઢ શહેરમાં ૧૨૯-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૫૯,  સુરેન્દ્રનગરમાં ૧૫૬, અમરેલીમાં ૧૨૮, પોરબંદરમાં ૧૧૭, ખેડામાં ૧૧૨, સાબરકાંઠામાં ૧૧૧, પંચમહાલમાં ૧૧૦, દાહોદમાં ૮૨, તાપીમાં ૭૦, દેવભૂમિ દ્વારકામાં ૪૫, ગીર સોમનાથમાં ૪૦, મહીસાગરમાં ૨૪, અરવલ્લીમાં ૧૮, બોટાદમાં ૧૫, નર્મદામાં ૧૪, ડાંગમાં ૯, છોટા ઉદેપુરમાં ૫ કેસ સામે આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *