ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, આ તેમના પ્રત્યે ભારતના ઋણી હોવાનું પ્રતીક હશે.
અમર જવાન જ્યોતિનો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં કરાશે વિલય
રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્ડિયા ગેટ પર છેલ્લા 50 વર્ષથી પ્રગટી રહેલી અમર જવાન જ્યોતિને શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં વિલય કરવામાં આવશે. સેનાના અધિકારીઓએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી, જે વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા.