કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે કો-વિન પોર્ટલ ઉપર એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને છ સભ્યોની નોંધણી કરાવી શકાય છે. અગાઉ હાલની મર્યાદા ચાર સભ્યોની હતી.
CoWIN ડિજિટલ પ્લેટફોર્મ સમગ્ર દેશમાં વિવિધ કેટેગરીના લાભાર્થીઓ માટે રસીકરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, Co-WIN એકાઉન્ટમાં ‘raise an issue’ હેઠળ એક નવી યુટિલિટી સુવિધા રજૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા દ્વારા, લાભાર્થી તેની વર્તમાન કોવિડ રસીકરણ સ્થિતિ અંગે જાણકારી મેળવી શકશે.
દરમિયાન કેન્દ્ર સરકારે કહયું છે કે કોવિન પોર્ટલ પરથી કોઇપણ માહિતી લીક થઇ નથી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ પોર્ટલ પર તમામ માહિતી સુરક્ષિત અને સંરક્ષિત છે. ડેટા લીક થવાના મીડીયામાં ચાલી રહેલા સમાચારો ભામ્રક અને ખોટા છે.