ડિગ્રી એન્જિનિયર અને ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ગુજકેટ પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ 25 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. આ ફોર્મ, શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ભરી શકાશે. ગુજકેટ પરીક્ષા માટેની ફી રૂપિયા 300 નક્કી કરાઈ છે. જે ઓનલાઈન અથવા SBI Branch Payment ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ SBI બ્રાંચમાં ભરી શકાશે.
આ વર્ષે બોર્ડ પરીક્ષા ૨૮મી માર્ચથી શરૃ થનાર છે જે પૂર્ણ થયા બાદ એપ્રિલના અંતમાં અથવા મેના પ્રથમ સપ્તાહમાં ગુજકેટ પરીક્ષા લેવાશે.ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની વધારેલી મુદત પણ ૨૩મીએ પૂર્ણ થનાર છે.હાલ ૧ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.પરંતુ આ વર્ષે ૧૨ સાયન્સ,૧૨ સા.પ્ર. અને ધો.૧૦માં વિદ્યાર્થીઓ ઘટશે .ગત વર્ષે માસ પ્રમોશનને લીધે કોઈ નાપાસ ન થતા રીપિટર વિદ્યાર્થીઓ આ વર્ષે હશે નહી.ગુજકેટમાં પણ ગત વર્ષ કરતા થોડા વિદ્યાર્થીઓ ઘટી શકે છે.