રાજયકક્ષાનો પ્રજાસત્તાક દિવસ ગીર સોમનાથમાં યોજાશે

દેશના ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્ર્ત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  ગીરસોમનાથ જિલ્લામાં કરાશે. સમગ્ર કાર્યક્રમ અને પરેડની રિહર્સલનું જૂનાગઢ રેન્જ આઇ.જી મનીંદરસિંહ પવારે નિરીક્ષણ કર્યું હતું તેમજ યોગ્ય નિર્દેશ આપ્યા હતા.

26મી જાન્યુઆરીએ ધ્વજવંદન બાદ મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ખુલ્લી જીપ્સીમાં પરેડનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ કુલ ૧૮ પ્લાટુન જેમાં નેવીના કમાન્ડો, રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડ માં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા માર્ચ પાસ્ટ કરીને તેઓને સલામી આપવામાં આવશે.

આ તકે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મદદનીશ પોલીસ અધિક્ષક  ઓમપ્રકાશ જાટ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ના નિયામક શ્રી એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી  સર્યુંબા જસરોટીયા, હેડક્વાર્ટર ડી.વાઈ.એસ.પી એમ.એમ.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *