રાજ્ય સરકાર દ્વારા 3300 વિધા સહાયકની નવી ભરતીની જાહેરાત

રાજ્ય સરકારની 3300 વિધા સહાયકની નવી ભરતીની જાહેરાત બાબતે ભારત સરકારના The Rights of Persons with Disabilities Act, 2016 ની જોગવાઇઓનું અનુસરણ કરતાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની ભરતી સંદર્ભે દિવ્યાંગ કેટેગરીમાં ૩% અનામતમાં વધારો કરી 4% અનામત ક૨વા બાબતે તા.18/01/2022 ના રોજ ઉક્ત ફેરફારને અસર કરતો ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 3300 વિદ્યાસહાયકોની ભરતી સંદર્ભે વર્તમાનપત્રોમાં આગામી તા. 26/01/2022 ના રોજ જાહેરાત આપી ભરતી કાર્યવાહી શરૂ કરવા નિર્ણય કરેલ છે. જેમાં ધોરણ 1 થી 8 ની કુલ 1405 જગ્યા અને ધોરણ 1 થી 8 ની સામાન્ય કુલ 1895 જગ્યા એમ કુલ 3300 જગ્યાઓ ભરવામાં આવશે.

વર્ષ 2019, ફેબ્રુઆરી માસમાં ભરતી થયેલ વિદ્યાસહાયકોને 25 ફેબ્રુઆરીના રોજ ૩ વર્ષ પુરા થાય છે ત્યારે સરકાર દ્વારા સમયસર જાહેરાત આપવાથી નીચા મેરીટ વાળા ઉમેદવારોને કે જેઓ અત્યારે નોકરીમાં નથી તેવા ઉમેદવારોને ફાયદો થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *