દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઘટાડો નોંધાયો,કોરોના વિરોધી વેક્સિનેશનમાં તેજી

દેશમાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઘટાડો થયો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા ૨ લાખ ૫૫ હજાર ૮૭૪ કેસ નોંધાયા છે. તો સામે ૨ લાખ ૬૭ હજાર ૭૫૩ લોકો સાજા થયા હતા.જ્યારે ૬૧૪ લોકોનાં મૃત્યુ થયા છે. દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા  ૨૨ લાખ ૩૬ હજાર ૮૪૨ એ પહોંચી છે.ગત દિવસોની સરખામણીએ નવા સંક્રમિતોમાં લગભગ ૬ હજારનો ઘટાડો થયો છે. ભારત કોરોના વાયરસ સામેની પોતાની લડત મજબૂતીથી લડી રહ્યું છે.કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો અને અનેક સંગઠનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.રસીકરણ મામલે ભારત ઈતિહાસ રચવાની સાથે ઝડપથી કામગીરી કરી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો ૧૬૨ કરોડ ૬૨ લાખને પાર કરી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *