અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા દસ ડીવાયએસપી સહિત ગુજરાતમાં કુલ ૭૦ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષ અથવા વધુ સમય થઈ ગયો હોય તેવા મોટાભાગના સુપરવાઈઝરી ઓફિસર્સની બદલી કરવામાં આવી છે.
પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યો ગૃહ વિભાગે આજે કુલ ૭૦ ડીવાયએસપીની બદલીઓનો હૂકમ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત જુદી જુદી એજન્સીઓ, બ્રાન્ચમાં કુલ ૨૫ એસીપી કાર્યરત છે તે પૈકીના ૭ ની બદલી કરવામાં આવી છે. જ્યારે, અમદાવાદ ગ્રામ્ય અને બ્રાન્ચમાંથી બેની બદલી કરાઈ છે.
સાત મહિલા સહિત નવ ડીવાયએસપીની નિમણૂંકના હૂકમો બાકી રાખવામાં આવ્યા છે. સાત મહિલા ડીવાયએસપી સ્ટેટ મોનિટરિંગ સેલના જ્યોતિ પી. પટેલ, સીઆઈડીના મંજીતા વણઝારા, દાહોદના ડો. કાનન એમ. દેસાઈ, પોરબંદરના જુલી કોઠિયા, વડોદરાના અમિતા વાનાણી, મહેસાણાથી ભક્તિ ઠાકર, ખેડાથી અર્પિતા પટેલ ઉપરાંત વડોદરાથી ભરત રાઠોડ, બોટાદથી રાજદિપસિંહ એન. નકુમની બદલી કરવામાં આવી છે પણ ક્યાં પોસ્ટિંગ અપાશે તે હજુ નિશ્ચિત કરાયું છે. ચર્ચા છે કે, ચૂંટણી આવી રહી છે ત્યારે બદલીમાં કડક કામગીરી ઉપરાંત રાજકીય ભલામણો અને ગતિવિધિઓને ધ્યાનમાં રખાઈ છે. આવનારાં દિવસોમાં પીઆઈથી ડીવાયએસપી પ્રમોશન, આઈપીએસની બદલી ઉપરાંત જિલ્લા, શહેરોમાં કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની બદલીઓ આવી શકે છે.