તુલીચેન્ટ્સ દ્વારા ૭૩મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે સર્જનાત્મક બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યા.
આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અવસરે, અમદાવાદમાં આનંદનગરમાં તુલીચેન્ટ્સ દ્વારા ૩ વર્ષથી ૧૬ વર્ષની વયના બાળકો માટે કેટલીક રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઘણી પ્રતિષ્ઠિત શાળાઓના બાળકોએ ચિત્ર, ગાયન, નૃત્ય અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધાઓ ઓનલાઈન તેમજ ઓફલાઈન યોજાઈ હતી. જેમાં “માય ટોયઝ” અને “તુલીચેન્ટ્સ” દ્વારા ૩ સ્તરોમાં ૧૨ એવોર્ડ વિજેતા બાળકોને ભેટ આપવામાં આવી હતી.
અતીથી વિશેષ તરીકે લાયન શ્રી દક્ષેશ સોની એ આ પ્રસંગે તુલીચેંટ્સમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને બીજા વિશેષ અતિથી તરીકે શ્રીમતી સ્વીટી ગોસર – જીનિયસ બ્રેઈન એકેડમીના એમડી અને ચાઈલ્ડ કેર કાઉન્સિલ
WICCI ના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ અને MY Toyz ના અપૂર્વ મહેતાએ આ પ્રસંગે પ્રદર્શન કરનાર સર્જનાત્મક બાળકોને ઈનામો અને પ્રમાણપત્રો આપ્યા.
મોટિવેશનલ માઇન્ડ ટ્રેનર પ્રીતિ મોદી, કલાકાર અને ચિત્રકાર નરેશ સોલંકી, કોરિયોગ્રાફર કિંજલ લંગાલિયા, રાજકારણી અમજદ ખાન પઠાણ અને તુલી બેનર્જી (તુલીચેંટ્સના સ્થાપક) એ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના સંચાલનમાં સુભોજીત સેને મદદ કરી હતી અને પિયુષ પટેલે ફોટોગ્રાફી કરી હતી. તુલીચેંટ્સ ના અપૂર્બા સેને તેમની હાજરી માટે તમામ માતાપિતા અને મહેમાનો આભાર માન્યો હતો.