ગુજરાતને સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો હોવાથી વિદેશથી આવતા યાયાવર પક્ષીઓનું આકર્ષણનું કેન્દ્ર ઘણા વર્ષોથી રહેલું છે.શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં વિદેશી યાયાવાર પક્ષીઓ નવસારીના દરિયાકાંઠે આવતા હોય છે. જેથી ઉભરાટ અને દાંડી જેવા રળિયામણા દરિયાકિનારાના કારણે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાછે.આ વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવા માટે વનવિભાગ દ્વારા પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ગ્લોબલ વોર્મિંગની માઠી અસર પક્ષીઓ પર પણ વર્તાય રહી છે. વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારોના કારણે વિદેશથી આવતા પક્ષીઓમાં ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પક્ષીઓને અનુરૂપ વાતાવરણ ન મળતાં છેલ્લા બે વર્ષથી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે