છોટાઉદેપુર વન વિભાગે કુંભાણીના જંગલમાંથી ખેરના લાકડાની તસ્કરી ઝડપી પાડી છે. ડોલરીયા રેન્જના રાત્રી પેટ્રોલિંગમા હતા.તે દરમિયાન બાતમી મળી હતી કે કુંભાણી ગામના જંગલમાંથી કેટલાક તસ્કરો ખેરના વૃક્ષો કાપી રહ્યા છે. ત્યારે બાતમીને આધારે ડોલરીયા અને રંગપુર રેન્જના અધિકારીઓ એ સંયુક્ત રીતે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.તો બાકીના ૫ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.આ અંગે વન વિભાગે આશરે ૪૦ હજાર રૂપિયા તેમજ એક બોલેરો પિકઅપ અને એક બાઈક મળી કુલ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.