રાહુલ ગાંધીએ ગત મહિને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને એક પત્ર લખીને અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવાનો આરોપ લગાવ્યો હતો. ગત ૨૭ ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવામાં ટ્વિટરની અજાણતામાં જ મિલીભગત રહી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧ ના પહેલા ૭ મહિનામાં તેમના એકાઉન્ટ પર દર મહિને સરેરાશ ૪ લાખ ફોલોઅર્સ વધ્યા પરંતુ ઓગષ્ટમાં ૮ દિવસના સસ્પેન્શન બાદ આ ગ્રોથ અચાનક અટકી ગયો. જોકે આ સમયગાળા દરમિયાન અન્ય રાજનેતાઓના ફોલોઅર્સની સંખ્યા જળવાઈ રહી.
પત્રના જવાબમાં ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, સૌ વિશ્વાસ રાખે કે ફોલોઅર્સની સંખ્યા સાર્થક અને સટીક છે. ટ્વિટર પોતાના પ્લેટફોર્મ પર હેરફેર અને સ્પૈમ પ્રત્યે ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવે છે.