રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૫ જુલાઈએ ૨૦૨૨ ના રોજ પૂર્ણ થઈ રહ્યો છો. પાંચ મહિના પછી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પહેલા ભાજપ અને આર.એસ.એસ. ની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી પછી નામો પર વધુ વિચારણા શરૂ થઈ જશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ 2022ના રોજ પૂર્ણ થઈ રહ્યો છો. પાંચ મહિના પછી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પહેલા ભાજપ અને આર.એસ.એસ. ની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી પછી નામો પર વધુ વિચારણા શરૂ થઈ જશે.
બીજેપી અને આર.એસ.એસ. માં હાલ ચાર નામો પર સૌથી વધુ વિચારણ ચાલી રહી છે. તેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદખાન, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ્ર ગહલોત અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું નામ અગ્રેસર છે. જોકે વડાપ્રધાન મોદી છેલ્લે કોઈ નવું નામ લાવીને બધાને ચોંકાવી શકે છે. આવું મોટાભાગે જોવા મળ્યું છે.
હાલ ચાર નામો પર સૌથી વધુ વિચારણ ચાલી રહી છે. તેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદખાન, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ્ર ગહલોત અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું નામ અગ્રેસર છે. જોકે વડાપ્રધાન મોદી છેલ્લે કોઈ નવું નામ લાવીને બધાને ચોંકાવી શકે છે. આવું મોટાભાગે જોવા મળ્યું છે.