ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છેકે, ગુજરાતમાં નિયત સમયે જ ચૂંટણીઓ યોજાનાર છે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. વિધાનસભાની ચૂંટણીઓ નિયત સમયે જ યોજાશે. ભાજપનો કાર્યકર વિધાનસભાની ચૂંટણીઓ માટે હરઘડી સજ્જ છે એટલે જ ભાજપ ચૂંટણીઓ જીતી રહી છે.
ગુજરાતમાં વિકાસ એજ ભાજપની પ્રાથમિકતા રહી છે. કેન્દ્ર અને રાજ્યના વિકાસના કામોથી ગુજરાતની જનતા પ્રભાવિત છે. એટલુ જ નહી, સમર્પિત પણ છે. આમ, વહેલી ચૂંટણી યોજાશે તેવી રાજકીય અફવાનો પાટીલે છેદ ઉડાડયો છે.