અમદાવાદ શહેર મેયરે વર્ષ ૨૦૨૨-૨૩ નું AMTS, વી.એસ હોસ્પિટલ તેમજ એમ.જે લાયબ્રેરીનું બજેટ મંજૂર કર્યું છે.
AMTS નું વાર્ષિક બજેટ રૂ ૫૩૬.૧૪ કરોડ, એમ.જે લાયબ્રેરીનું રૂ ૧૫.૩૩ કરોડ
વી.એસ હોસ્પિટલ માટે રૂ ૧૮૪.૮૩ કરોડનું બજેટ ફાળવાયું છે.
નવા બજેટ પ્રમાણે AMTS દ્વારા નવી ૪૫૦ બસો શરૂ કરાશે તો કોરોનામાં જેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને અને ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધ નાગરિકોને ફ્રી પાસની સુવિધા અપાશે.
વીએસની જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિગૃહ હોસ્પિટલની બિલ્ડિંગનું નવનિર્માણ થશે. તબીબી સુવિધા વધારવા અત્યાધુનિક સાધનો જેવા કે TCB મશીન,એલીઝા રીડર અને ટીસ્યુ લેટશન વિકસાવવામાં આવશે.હોસ્પિટલમાં જ નવી સ્પોર્ટ્સ ઈન્જરી ક્લિનિક પણ ઊભી કરવામાં આવશે. હોસ્પિટલના તમામ વિભાગોના કેસનું ડિઝિટલાઈઝેશન કરવા માટે ૨૦૦ લાખ ફાળવવામાં આવ્યા છે.