ભોપાળમાં વેબ સીરિઝના પ્રમોશન વેળા ભગવાન પર અણછાજતું, વિવાદાસ્પદ નિવેદન કરનારી ટીવી- અભિનેત્રી શ્વેતા તિવારી એ કહું કે ‘અહીં ભગવાન મારી બ્રાની સાઈઝ માપી રહ્યા છે’.
આવા નિવેદનથી અભિનેત્રી શ્વેતા તિવારી પર ચારે તરફથી ટીકાસ્ત્રો છોડવામાં આવી રહ્યા છે.
આ નિવેદનથી રાજકારણીઓ પણ તૂટી પડયા છે અને મધ્યપ્રદેશના ગૃહપ્રધાન ડો. નરોત્તમ મિશ્રાએ આ નિવેદનની ગંભીર નોંધ લઈ ઘટનાની તલસ્પર્શી તપાસ કરી અહેવાલ સોંપવાનો આદેશ પોલીસ કમિશનરને આપ્યો છે. અન્ય રાજકીય પક્ષો પણ આ અંગે ગંભીર પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
પત્રકારોએ નરોત્તમ મિશ્રાને પ્રશ્ન પૂછયો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘હું આ નિવેદનની નિંદા કરૂં છું અને ભોપાળ પોલીસ કમિશનરને તપાસ કરી યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે. આ વિવાદમાં હિન્દુ સંગઠનો પણ એકટીવ થઈ ગયા છે. સંસ્કૃતિ બચાવો મંચના અગ્રણી ચંદ્રશેખર તિવારીએ એક નિવેદન પ્રગટ કરી જણાવ્યું હતું કે ‘શ્વેતા તિવારી જાહેરમાં આ મુદ્દા અંગે માફી માગે.
કોંગ્રેસે પણ શ્વેતા તિવારી વિરૂધ્ધ તત્કાળ એફઆરઆઈ કરવાની માગ કરી હતી.
ઘણા સમયથી શ્વેતા તિવારી અનેકવિધ સમસ્યાનો સામનો કરી રહી છે.