ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઝીરો પોઇન્ટ નજીક બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે પહોંચ્યો છે.
બોર્ડર ટુરીઝમને વિકસાવવાના ઈરાદાથી ૧૨૫ કરોડના ખર્ચે આ પ્રોજેકટ ૨૦૧૬ થી હાથ ધરવામાં આવ્યો હતો.
માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ નડાબેટ પહોંચીને કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. સીમા દર્શન પ્રોજેકટ હેઠળ અહીં વિશાળ પાર્કિગ, આગમન પ્લાઝા, ૫૦૦ માણસોની બેઠક વ્યવસ્થા સાથેનું ઓડિટોરીયમ, સ્ટેજ, સોવિનિયર શોપ વગેરે ઊભા કરશે. સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમની જેમાં ૪ થી ૫ હજાર માણસોની બેઠક વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે.