૧ ફેબ્રુઆરીએ સંસદમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું અંદાજપત્ર પેપરલેસ-ડિજીટલ મા રજૂ થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આગામી પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થનારું વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું અંદાજપત્ર પેપરલેસ અર્થાત્ ડિજીટલ સ્વરૂપે રજૂ કરાશે.

સંસદમાં રજૂ કરાયા બાદ આ બજેટ મોબાઈલ એપ ઉપર પણ જોઈ શકાશે. એન્ડ્રોઈડ તેમજ iOS મંચ પરથી મોબાઈલ એપ દ્વારા બજેટનું ભાષણ, માંગણી અને અનુદાનની વિગતો સહિત કેન્દ્રિય બજેટના ૧૪ દસ્તાવેજો ઉપલબ્ધ થશે.

(ડબલ્યુડબલ્યુડબલ્યુ ઈન્ડિયા બજેટ ડોટ જીઓવી ડોટ ઈન) વેબપોર્ટલ પરથી બજેટ માટેની એપ ડાઉનલોડ કરી શકાશે.

આ વર્ષે બજેટ સત્ર બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં તા.૧ થી ૧૧ ફેબ્રુઆરી અને દ્વિતિય ભાગમાં ૧૪ માર્ચથી ૮ એપ્રિલ સુધી યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *