સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, ભાજપે યુપીના વિકાસનો રસ્તો રોકી લીધો છે એટલે લોકોએ ભાજપનો સફાયો કરવાનુ નક્કી કરી લીધુ છે.મોદી સરકારમાં શ્રમજીવીઓ, ખેડૂતો પરેશાન છે. અને ગરીબો અને વંચિતો માટે સમાજવાદી કેન્ટીન શરુ કરાશે.જ્યાં ૧૦ રુપિયામાં થાળી મળશે.ગરીબો, શ્રમિકોને સસ્તા ભાવે રાશન અ્ને બીજી વસ્તુઓ અપાશે.લોકોને ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવામાં આવશે.
જયંત ચૌધરી :- યુપી મતદાતાઓ માટે જિન્ના કોઈ મુદ્દો નથી.અમે ભણેલા ગણેલા લોકો છે અને જુઠ્ઠાણા મુક્ત સરકાર આપીશું.યુપી ચૂંટણીમાં મતદાતાઓએ નિર્ણય કરવાનો છે કે, ખેડૂતોને દબાવનાર અને કોઈ વાયદો પૂરો નહીં કરનાર અત્યારની સરકારની પસંદગી કરવાની છે કે પછી જુઠ્ઠુ બોલાનારા અને નફરત ફેલાવનારા સામે લડી રહેલા લોકોની પસંદગી કરવાની છે.
અખિલેશ યાદવ અને જયંત ચૌધરીએ આ પહેલા મુઝ્ઝફરનગરમાં પણ કહ્યુ હતુ કે અણારી સરકાર યુપીમાં આવી તો કોઈ કાળો કાયદો લાગુ નહીં થાય.એમએસપી પર સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરશે અને ખેડૂતોને શેરડીના પૈસા માટે રાહ નહીં જોવી પડે.અમારુ ગઠબંધન ખેડૂતોના હિત માટેનુ ગઠબંધન છે.પહેલી વખતે બે ખેડૂત પુત્રો સાથે છે. તેથી ભાજપનો સફાયો નક્કી છે.