બજેટ ૨૦૨૨ મા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ સસ્તા થઈ શકે છે?

નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે તેથી દેશના તમામ વર્ગને ફાયદાની આશા છે…..

એક અંગ્રેજી અખબારે સરકારના સૂત્રો થી અહેવાલ પ્રગટ કર્યો છે કે, દેશમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલના પાર્ટસના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તેના પર ડયુટી ઘટાડી શકે છે.જેનાથી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ સસ્તા થઈ શકે છે.

કસ્ટમ ડ્યુટીની પ્રક્રિયાને પણ સરળ કરવાની ચર્ચા થઈ રહી છે.જેનાથી સ્થાનિક ઉત્પાદનમાં પણ આસાની થશે.સરકાર સ્માર્ટ વોચ જેવા સાધનો પર પણ ડ્યુટી ઘટાડવા માટે વિચારી રહી છે.

સરકાર ૨૦૨૫ સુધીમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નિકાસ વધીને ૮ અબજ ડોલર થશે .જે હાલમાં ઝીરો છે.તેમજ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડ્કટસની નિકાસ પણ બમણી થઈને ૧૭ અબજ ડોલરે પહોંચશે. અને ઈલેકટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરનુ ટર્નઓવર પણ  ૨૦૨૬ સુધીમાં ૩૦૦ અબજ ડોલર થઈ શકે છે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *