નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કરશે

આજથી વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે. બજેટમાં વર્ષ ૨૦૨૨-૨૩ની સરકારની આવકો અને સરકારના ખર્ચોનોં અંદાજ રજૂ કરાશે. સાથે જ વિવિધ ક્ષેત્રોમાં સરકારની નાણાંકીય નીતિઓ સમગ્ર વર્ષ અને આગામી વર્ષો દરમિયાન કેવી રહેશે તેની પણ માહિતી અપશે. નાણામંત્રી સીતારમણ પોતાનું ચોથું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

આ વર્ષે પણ કેન્દ્ર સરકરાનું બજેટ પેપર લેસ હોવાની સંભાવના છે. ગયા વર્ષે પ્રથમ વાર નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ પેપર લેસ ડિજીટલ બજેટ રજૂ કર્યું હતું. તેથી આ વર્ષે પણ સરકારે પેપર લેસ બજેટ બનાવવા પર ભાર મુક્યો છે.

સવારે ૧૧ વાગ્યો શરુ થનારું બજેટ ઓનલાઈન જોઈ શકાશે અને મોબાઈલ એપ પર પણ તેની માહિતી મેળવી શકાશે. આ સાથે જ સરકારની બજેટ વેબસાઈટ www.indiabudget.gov.in પર પણ અપડેટ્સ મેળવી શકાશે.

આ વર્ષે બજેટમાં ૯.૨ ટકા જીડીપી ગ્રોથનું અનુમાન લગાવામાં આવ્યું છે જે ગત વર્ષ કરતાં વધુ રહેવાની સંભાવના છે. કેન્દ્રમાં મોદી સરકાર બન્યા પછી મોદી સરકારનું આ ૧૦મું બજેટ છે અને નાણાંમંત્રી તરીકે નિર્મલા સીતારમણનું ૪થું બજેટ છે.

૬ મહિના પહેલાં બજેટ બનાવવાની શરુઆત થાય છે જે ફેબ્રુઆરી મહિનો આવે ત્યાં સુધી તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે. વર્ષની ૧લી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરાય છે.

ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્રની શરુઆત પહેલાં મીડિયાને નિવેદન આપ્યું હતું. નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ સત્રમાં હું તમને અને દેશભરના તમામ આદરણીય સાંસદોનું સ્વાગત કરું છું. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણી તકો રહેલી છે. આ બજેટ સત્રમાં વિશ્વમાં માત્ર ભારતની આર્થિક પ્રગતિ, ભારતમાં રસીકરણ અભિયાન, ભારતની પોતાની શોધેલી રસી સમગ્ર વિશ્વમાં આત્મવિશ્વાસ પેદા કરી રહી છે.

આ બજેટ સત્રમાં પણ આપણા સંસદસભ્યોની ચર્ચાઓ, આપણા સંસદસભ્યોની ચર્ચાના મુદ્દાઓ, ખુલ્લા મનની ચર્ચાઓ વૈશ્વિક પ્રભાવ માટે મહત્ત્વની તક બની શકે છે. હું આશા રાખું છું કે તમામ આદરણીય સાંસદો, તમામ રાજકીય પક્ષો ખુલ્લા મનથી સારી ચર્ચા કરીને દેશને પ્રગતિના પંથે લઈ જવામાં, તેને વેગ આપવામાં ચોક્કસપણે મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *